વાત બીજે વાળવાથી શું વળે ?
ને હકીકત ખાળવાથી શું વળે ?
આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે ?
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે ?
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે ?
આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે ?
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે [...]
Archive for February, 2007
શું વળે ?
February 20, 2007ચૂમી છે તને
February 11, 2007ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ [...]
એક છોકરીના હાથથી રૂમાલ પડે
February 9, 2007એક છોકરીના હાથથી રૂમાલ પડે,
તે લેવા આખું યે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.
નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે ,
તે બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર,
અને નાસ્તિકો થઇ ગયા ધરમી,
કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?
ગંધ છોકરીની આવી જે જીવને ,
તે જીવની [...]
પ્રેમ એટલે કે
February 9, 2007પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી [...]
મૌન
February 8, 2007હું તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું.
ને તું,
મારાં આભ, દરિયો [...]
મળી આવે
February 6, 2007સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે.
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે.
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.
ખખડધજ, [...]